નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર હાલ ચરમસીમાએ છે. અનેક વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્ત્હાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી એકવાર ફરીથી પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચા છે. અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતિશકુમાર પર નિશાન સાધવાના ચક્કરમાં તમામ હદો પાર કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ગયેલા ચંદ્રબાબુની સાથે જોવા મળ્યો EVM ચોરીનો આરોપી


આ દાસ્તાનમાં લખાશે નફરત- ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ એક રેલીને સંબોધતા કહ્યું કે નીતિશકુમાર અને પીએમ નરેન્દ્ર મોદીની આશિકી ખુબ મજબુત આશિકી છે. લૈલા મજનુ કરતા પણ વધુ મહોબ્બત આ બંનેમાં છે. જ્યારે આ બંનેની મહોબ્બતની દાસ્તાન લખાશે... લૈલા અને મજનુ સાંભળો, જ્યારે તમારી મહોબ્બતની દાસ્તાન લખાશે ત્યારે તેમાં નફરતનું નામ લખાશે. જ્યારે તે દાસ્તાનમાં મહોબ્બતનું નામ નહીં હોય. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દાસ્તાનમાં લખાશે કે જ્યારથી આ બંને સાથે આવ્યાં, હિન્દુસ્તાનમાં હિન્દુ મુસલમાનો તણાવમાં છે. 


જુઓ LIVE TV



મને ન પૂછતા કે કોણ લૈલા અને કોણ મજનુ- ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે હવે તમે મને ન પૂછતાં કે તેમાં કોણ લૈલા અને કોણ મજનુ છે, તે તમે પોતે જ નક્કી કરો. નોંધનીય છે કે એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે તેમને એ વાતથી કોઈ જ ફરક નથી પડતો કે તેમને 'નફરત ભરેલા ભાષણ' આપનારા વ્યક્તિ તરીકે રજુ કરાય છે કે પછી કોઈ ખાસ તબક્કાના પ્રતિનિધિત્વ કરતા દર્શાવાય છે.  ઓવૈસીએ કહ્યું હતું કે એક સાંસદ તરીકે મને મળેલી જવાબદારી પૂરી કરવા પર ધ્યાન હોવાના કારણે તેઓ આ ચીજોની પરવા કરતા નથી.